વલસાડ,તા.૨૩ 

વલસાડ તાલુકાના મોટી અને નાની દાંતી ગામના મહત્તમ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ નહી મળતા સોમવારે મોટી સંખ્યામાં મહિલાઓ વલસાડ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને રજુઆત કરી હતી.

વલસાડના મોટી અને નાનીદાતી ગામના મહત્તમ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ નહી મળતા સોમવારે મોટી સંખ્યામાં મહિલાઓ વલસાડ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને રજુઆત કરી હતી અને સસ્તા અનાજની દુકાન ધારક અંગે ફરિયાદ કરી હતી.વલસાડના કાંઠા વિસ્તારમાં દરિયા કિનારે આવેલા મોટી અને નાની દાતી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા લાંબા સમયથી અનાજ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરીએ પહોંચી હતી.અને મામલતદાર સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી.કે તેમને બે વર્ષથી અનાજ મળતું નથી,અમે દુકાન સચાલક ને કહીએ તો તે અમારી વાત સાંભળતો નથી,અનાજ નથી આવ્યું તેમ કહે છે, અમે ૧૦ વખત ફ્રોમ ભર્યા છે,છતાં અમને અનાજ મળ્યું નથી,હાલે સરકારે જાહેરાત કરી છે,ત્યારે અમને અનાજ મળવું જોઈએ.આજે અમે તમામ ખાનગી વાહન ભાડે કરી રજુઆત માટે આવ્યા હોવાનું મામલતદાર વસાવા ને કહ્યું હતું. મામલતદારે રજુઆત સાંભળી તમામને ફોર્મ આપ્યા હતા,જે ભર્યા બાદ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.જે બાદ મહિલાઓનો ગુસ્સો શાંત થયો હતો.આ અંગે વલસાડ મામલતદાર એમ.એસ.વસાવાએ જણાવ્યું કે મહિલાઓની રજુઆત સાંભળી છે,હકીકતમાં તેમના કાર્ડ નોન એફિસિયલ એટલે કે એપીએલ કાર્ડ છે.