મમતાએ તૃણમૂલના ધારાસભ્યો-નેતાઓને પહેલા રસી આપી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જાન્યુઆરી 2021  |   2772

કોલકાતા-

પશ્ચિમ બંગાળમાં શનિવારે બે ધારાસભ્યો સહિત તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓને પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લામાં શનિવારે કોવિડ -19 રસી આપવામાં આવી હતી.  આરોગ્ય કર્મચારીઓનો આરોપ છે કે તેમને રસી આપવામાં આવી ના હતી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયાએ આ ઘટનાને લૂંટ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે કોરોના રસી લૂંટી લેવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નેતાઓ દર્દીઓની આરોગ્ય સમિતિના સભ્યો તરીકે વિવિધ હોસ્પિટલો સાથે સંકળાયેલા છે, જેથી તેઓ પ્રથમ રાઉન્ડના રસીકરણ કાર્યક્રમ માટે પાત્ર હતા. રસીકરણનો કાર્યક્રમ ભટાર સ્ટેટ જનરલ હોસ્પિટલમાં શરૂ થયો હતો, જેમાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય સુભાષ મંડળને પ્રથમ રસી આપવામાં આવી હતી. આ પછી પક્ષના પૂર્વ ધારાસભ્ય બાણમાળી હજારા, જિલ્લા પરિષદ સાથે સંકળાયેલા ઝહર બગડી અને ભટાર પંચાયત સમિતિના જાહેર આરોગ્ય પ્રભારી મહેન્દ્ર હઝારને પણ રસી અપાઇ હતી. કટવા સબડિવિઝન હોસ્પિટલમાં શાસક પક્ષના સ્થાનિક ધારાસભ્ય રવીન્દ્રનાથ ચેટર્જીને પ્રથમ દિવસે રસી અપાવનારા 34 લોકોમાં સામેલ હતા.

પ્રથમ દિવસે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને રસી આપવામાં આવી હતી. ત્યારે જિલ્લાના ઘણા આરોગ્ય કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને રસીકરણ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ રસી આપવામાં આવી નથી. બર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલની એક નર્સે જણાવ્યું કે, તેમને સવારે નવ વાગ્યે રસીકરણ માટે બોલાવવામાં આવ્યા હતા. અને સમયસર પહોંચ્યા હોવા છતાં, તેમને રસી આપવામાં આવી નહોતી. હોસ્પિટલની કેટલીક અન્ય નર્સોએ પણ નામ ન જાહેર કરવાની શરતે સમાન આક્ષેપો કર્યા હતા. જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી પ્રણવ રાયએ જણાવ્યું હતું કે રસી અપાયેલી જન પ્રતિનિધિઓ વિવિધ હોસ્પિટલોમાં દર્દી કલ્યાણ સમિતિમાં શામેલ છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયાએ આ ઘટનાને લૂંટ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે કોરોના રસી લૂંટી લેવામાં આવી હતી. વડા પ્રધાને કોરોના લડવૈયાઓ, આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર અને કાર્યકરો માટે મફત રસીઓ મોકલી હતી, પરંતુ પશ્ચિમ બંગાળના ટીએમસીના ધારાસભ્યો, ગુંડાઓએ દબાણપૂર્વક રસીકરણ કરાવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ બહુ અલ્પ માત્રા માં રસીઓ મોકલી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે તે શરમજનક છે. શાસકપક્ષના સાંસદ સૌગાતા રોયે કહ્યું હતું કે જો પાર્ટીના નેતાઓને રસી ન મળી હોત તો સારું હોત. કોવિડ -19 રસીકરણની યાદીમાં અલીપુરદ્વારમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સૌરભ ચક્રવર્તીનું નામ ટોચ પર છે. જો કે, તેમણે દાવો કર્યો હતો કે તેને તે અંગે જાણકારી નથી. ચક્રવર્તીએ કહ્યું કે, હમણાં મને કોઈ રસી નથી મળી રહી અને મેં તેના વિશે આરોગ્ય વિભાગને જાણ કરી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution