પાલિકાના આઇટી ડાયરેકટર મનીષ ભટ્ટ પોતાને બચાવવા ‘ગોડફાધર’ને વધેરી નાખશે?

વડોદરા : પાલિકામાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં મહત્ત્વનો રોલ ભજવવાનો જેની ઉપર આરોપ છે એ મનીષ ભટ્ટ મારુ નામ આપી દેશે એ બીકે ગોડફાધર બચાવવા માટે મેદાને પડયા છે. ત્યારે ર૩૭૬ કરોડના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાંથી અડધોઅડધ રકમ પગ કઈ ગઈ હોવાની વાતો બહાર આવી રહી છે. આઈટીના જ આઠ પ્રોજેક્ટ સ્માર્ટ સિટીના મોટાભાગની ગ્રાન્ટ ઓળવી ગઈ છે અને એમાંથી એકપણ યોજના પાંચ વર્ષ થઈ ગયા હોવા છતાં કાર્યરત થઈ નથી. 

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લિમિટેડ હેઠળ બનાવાયેલી ૩૧ યોજનાઓ પૈકી સીસીટીવી કેમેરા, વીડિયો એનાલિટીક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાઈટ એનહેન્સમેન્ટ ફોર વડોદરા સ્કેવર, ઈઆરપી અન્ડર પ્રોજેક્ટ યુટીલીટી પ્લસ, અન્ડર ગ્રાઉન્ડ જીઆઈએસ સર્વે પ્રોજેક્ટ, એચએમઆઈએસ એન્ડ હેલ્થ કમ સિટી કાર્ડ અન્ડર પ્રોજેક્ટ અર્બન જીવન, સાયબર સિકયુરિટી એન્ડ પેમેનટ ગેટ વે, રિટ્રોફિટિંગ ઓફ ફાયર સ્ટેશન, સિટિઝન કિઓસ્ક એન્ડ એસડબલ્યુએમ જિઓ લોકેશન પ્રોપર્ટી સર્વે પાર્કિંગ એન્ડ એમએન્કોચમેન્ટ સોલ્યુશનનો સમાવેશ થાય છે.રૂપાળુ નામ રાખી યોજનાઓની મોટાપાયે જાહેરાત કરી શહેરને શાંઘાઈ બનાવી દેવાના સપનાં પાલિકાના આઈટી વિભાગના ડાયરેકટર મનીષ ભટ્ટે તત્કાલીન કમિશનર સાથે મળી થઈ મોટો ભ્રષ્ટાચાર કરવાનું ષડ્‌યંત્ર રજૂ કર્યું હતું. આ પ્રોજેકટના કામોનો ઈજારો પણ અંદરના અને ઓળખીતાઓને આપી પાંચ હજારની વસ્તુના લાખ રૂપિયાનું બિલ મેળવી લેવાયું હોવાનું કહેવાય છે.

મહત્ત્વની વાત તો એ છે કે આઈટીને લગતી સ્માર્ટ સિટી પ્રોજેકટની યોજનાઓ પાંચ વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં એક પણ યોજના પૂર્ણ રીતે ચાલુ થઈ શકી નથી જેનો શહેરીજનોને કોઈ ફાયદો કે લાભ મળ્યો નથી તેમ છતાં હજુ પણ આ યોજનાઓના નામે રૂપિયા સેરવી લેવાય છે. જાગૃત નાગરિક દ્વારા એસીબીને કારાયેલી ફરિયાદ બાદ રાજ્ય સરકારે મનીષ ભટ્ટની માહિતી માગતાં ભ્રષ્ટાચારમાં મોટો ભાગ મેળવનાર ગોડફાધર મનીષ ભટ્ટને બચાવવા માટે ધમપછાડા કરી વિજિલન્સ તપાસનું નાટક ઊભું કરવાની ફિરાકમાં હોવાનું કહેવાય છે.

બોકસ ઃ હે...

-------------

‘’

આઈટી ડાયરેકટરની ખુરશી પર ઈજારદાર બેસે છે ?

આઈટી ડાયરેકટરની કેબિનમાં એમની ખુરશી ઉપર એક ઈજારદાર બેસતો હોવાની માહિતી બહાર આવી છે. ઈજારદારો પાસેથી હલકી ગુણવત્તાનો સામાન લઈ બજાર કિંમત કરતાં અનેક ગણી વધારે રકમ પાલિકા પાસેથી લેવાતી હોવાના ગોરખધંધાને સારી રીતે જાણતાં આ ઈજારદાર સાથે મનીષ ભટ્ટે એટલી નીકટતા વધારી હતી કે ચેમ્બરમાં આઈટી ડાયરેકટરની ખુરશી ઉપર ઈજારદાર બેસતો હતો એ ઈજારદાર કોણ? એવો સવાલ પાલિકાની ઓફિસોમાં ચાલી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution