અમદાવાદ-

આજથી રાજ્યભરની તમામ કોર્ટમાં વકીલો દ્વારા મેન્યુઅલી ફાઇલિંગ કરવાનું શરૂ કરાયું છે. વકીલોની રજુઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. કોરોનાની સાવચેતી સાથે આજથી તમામ વકીલો ઓન ઓનલાઈનને બદલે મેન્યુઅલી ફાઇલિંગ કરી શકશે. ત્યારે ચાર મહિના બાદ મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થતા વકીલોમાં પણ ખુશીનો મહાલો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી.

બાર એસોસિએશનનાં સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૪ ઓગસ્ટથી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી. તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.જેના બાદ હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી હતી. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તેવું પણ સૂચવ્યું હતું. ૪ મહિના બાદ વડોદરાની ન્યાય મંદિર કોર્ટમા આજથી કામગીરી શરૂ થઈ છે. કોર્ટમાં મેન્યુઅલ ફાઈલો સ્વીકારવાનુ શરુ કરવા આવ્યુ છે. પરંતુ આ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.