કેન્દ્ર સરકારના કર્મચારીઓના ઘણા યુનિયને ડીએ ૫૦ ટકા પહોંચવા પર આઠમાં પગાર પંચની માંગ શરૂ કરી


નવી દિલ્હી,તા.૧૧

 કેન્દ્રીય કર્મચારીઓ આઠમાં પગાર પંચની રાહ જાેઈ રહ્યાં છે. નવું પગાર પંચ જાન્યુઆરી ૨૦૨૬માં આવવાની આશા છે. લોકસભા ચૂંટણી પહેલા માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૫૦ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જે ૧ જાન્યુઆરી ૨૦૨૪થી લાગૂ છે. મોંઘવારી ભથ્થા સિવાય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં વધારો થયો હતો.

ડ્ઢછ બેસિક સેલેરીના ૫૦ ટકા પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના ઘણા યુનિયને ડીએ ૫૦ ટકા પહોંચવા પર આઠમાં પગાર પંચની માંગ શરૂ કરી દીધી છે. રેલવે યુનિયનો સહિત ઘણા કેન્દ્ર સરકારના નિગમોએ આઠમાં પગાર પંચની રચના કરવાની માંગ ઉઠાવવાની શરૂ કરી છે. રિપોર્ટ્‌સ પ્રમાણે આઠમું પગાર પંચ જાન્યુઆરી ૨૦૨૬થી લાગૂ થવાની સંભાવના છે.

કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયને લખેલા એક લેટરમાં ભારતીય રેલવે તકનીકી પર્યવેક્ષક સંઘે સરકારને આઠમાં પગાર પંચની રચના કરવા અને ભવિષ્યની વિસંગતતાઓને ઘટાડવા માટે તમામ વર્તમાન ગૂંચવણો દૂર કરવાનો આગ્રહ કર્યો હતો. ર્ડ્ઢશ્ઁ્‌ આ લેટર પર આગળની કાર્યવાહી માટે નાણા મંત્રાલયના એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટને મોકલી આપ્યો છે. ખર્ચ મંત્રાલય પગાર પંચની ભલામણો લાગૂ કરવા માટે જવાબદાર છે.

વર્તમાન ૭માં પગાર પંચની રચના ૨૦૧૪માં થઈ હતી અને તેની ભલામણો ૨૦૧૬માં લાગૂ થઈ હતી. ત્યારબાદ અત્યાર સુધી કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગારમાં લગભગ ૨૩ ટકાનો વધારો કરી ચૂકી છે. સામાન્ય રીતે દર ૧૦ વર્ષમાં એક કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે. પરંતુ આ કાયદાકીય રીતે ફરજીયાત નથી. પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના વેતન, ભથ્થા અને અન્ય સુવિધાઓ તથા ફાયદાની તપાસ કરવા, સમીક્ષા, ડેવલોપમેન્ટ અને ફેરફારની ભલામણ કરે છે. પ્રથમ પગાર પંચ ૧૯૪૬માં લાગૂ થયું હતું.

ડીએ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનર્સને આપવામાં આવે છે. ડીએ અને ડીઆરમાં વર્ષમાં બે વખત વધારો થાય છે. ડીએ અને ડીઆર વધારો ભારતીય સીપીઆઈૃઆઈડબ્લ્યૂના ૧૨ મહિનાના એવરેજમાં ટકાના આધાર પર નક્કી કરવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકાર દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈએ ભથ્થામાં સંશોધન કરે છે, પરંતુ તેની જાહેરાત માર્ચ અને સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કરવામાં આવે છે. ૨૦૦૬માં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ અને ડીઆરની ગણતરીની ફોર્મ્યુલાને રિવાઇઝ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution