વડોદરા, તા. ૫

ચુટણી અગાઉ વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીમાં સુધારણા સંક્ષિપ્ત કાર્યક્રમોની મોટા ઉપાડે જાહેરાતો કરાઈ હતી અને તેમાં શહેરના અનેક મતદારોએ તેઓની જરૂરીયાત મુજબ નામોમાં સુધારણા અને સરનામા બદલાયાની નોંધ કરાવી હતી. જાેકે આજે સવારે જયારે આવા મતદારો મતદાન કેન્દ્રો પર તેઓને મળેલા ચુટણી કાર્ડ લઈને મતદાન માટે જતાં તેઓને જાણ થઈ હતી કે તેઓના પરિવારના તમામ સભ્યોના નામો નવી મતદાર યાદીમાં નથી. વહીવટી તંત્રના આવા ગંભીર છબરડાનો ભોગ બનેલા હરણી-સમાલીંક રોડ પર રહેવા માટે ગયેલા ભવનકુમાર જાેષીએ જણાવ્યું હતું કે તે અગાઉ રાવપુરા મતદાર વિભાગ હેઠળ આવતા કારેલીબાગ મુક્તાનંદ પાસેના ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જાેકે તેમણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જુના સરનામેથી નવા સરનામે આવ્યાની નોંધ કરાવી હતી. આજે સવારે તે હરણી ગામમાં આવેલા મતદાન કેન્દ્ર પર આવતા મતદાર યાદીમાં તેમનું નામ નહી હોવાની જાણ થતા તેમણે જુના સરનામે મતદાન કેન્દ્ર પર તપાસ કરી હતી જેમાં તેમનું નામ ત્યાંથી કમી કરાયું હોવાનું કહેવાયું હતું. તંત્રના મતદાર યાદીમાં છબરડાના કારણે તેમને પરિવાર સાથે મતદાનથી વંચિત રહેવાનો વારો આવતા તેમણે આ અંગેની ચુટણી પંચની હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કરી હતી પરંતું તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોંતો.

ઘરથી દૂર મતદાન કેન્દ્ર હોઈ કિશનવાડીના રહીશોએ મતદાન ટાળ્યું

મતદારોને તેઓના રહેણાંક વિસ્તારની સૈાથી નજીક હોય તેવા સ્થળે મતદાન કેન્દ્ર ફાળવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરાયાનો દાવો કરાય છે પરંતું આ દાવાની આજે પોલ ખુલી હતી. શહેરના કિશનવાડી વિસ્તારના અનેક રહીશોને ઠેક ન્યુવીઆઈપીરોડની સ્કુલમાં મતદાનનું કેન્દ્ર ફાળવવામાં આવતા અનેક રહીશોએ આટલા દુર મતદાન કરવા માટે જવાનું ટાળ્યું હતુ જેના કારણે પણ મતદાનની ટકાવારી પર અસર પડી હતી.