બેંગકોકથી એરપોર્ટ પર આવેલો કરોડોનો ગાંજાે જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   1683

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટએ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખ્સો પાસેથી કરોડોનો ગાંજાે જપ્ત કર્યો છે. એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને અગાઉથી જ નશીલા પદાર્થની હેરફેર અંગે બાતમી મળી હતી. શંકાના આધારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગકોકથી અમદાવાદ ઉતરેલા બે શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. શંકાસ્પદ મુસાફરોના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગની અંદરથી ૮ જેટલા સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો ટેસ્ટ બાદ પુષ્ટિ થઈ હતી કે આ ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજાે છે. ૨.૨૫ કિલો હાઈબ્રિડ ગાંજાેની કિંમત ૨ કરોડ રૂપિયાથી વધુ છે. કસ્ટમ વિભાગે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખસો મૂળ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી છે. હાલ આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોણ છે અને અમદાવાદમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં હાલ પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના ચિલોડા પાસેથી ગાંજાનાં જથ્થા સાથે બે ઝડપાયા

રાજ્યના પાટનગર ગાંધીનગરના ચિલોડા નજીકથી એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એએનટીએફ) દ્વારા હિંમતનગર થી સુરત જતી એસટી બસમાંથી ૧૨ કિલો ગાંજાનાં જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ ગાંજાની હેરફેર નો મુખ્ય સૂત્રધાર ડભોડાનો શખ્સ મીત પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના એન્ટિ નાકોટિક્સ ટાસ્કફોર્સના પીએસઆઇ પીએસ ઝાલાને બાદમે મળી હતી કે હિંમતનગર થી સુરત જતી એસટી બસમાં બે ઇસમો માદક દ્રવ્યોની સાથે મુસાફરી કરી રહ્યા છે તેઓ ચિલોડા સર્કલ પાસે ઉતરવાના છે આ બાથમીના આધારે એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સના પી.એસ.આઇ ઝાલા સહિતની ટીમે વોચ ગોઠવી હતી આ દરમિયાનમાં બપોરના સમયે હિંમતનગર થી સુરત જતી એસટી બસ આવી પહોંચી હતી. જેમાં બાતમી મુજબના બે ઇસમો થેલા લઈને નીચે ઉતર્યા હતા જેથી પોલીસે આ બંને સક્ષોની અટકાયત કરીને તેમની તલાસી લીધી હતી . આ તલાસી દરમિયાન પ્લાસ્ટિકની કોથળીઓમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ બંને શક્ષોની પોલીસે પૂછપરછ કરતા તેઓ વિરાજ પરેશ સોલંકી રહે મોટી ભાગોર ડભોડા ગાંધીનગર અને આદિત્ય મથુર બારીયા મૂળ પંચમહાલ હાલ હાલ અમદાવાદ હોવાનું જાણવા મળ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution