રાનકુવા, તા.૨૬ 

કોરોના મહામારીના માહોલ વચ્ચે મહુવા તાલુકામાં સામુહિક દુષ્કર્મ જેવી શરમજનક ઘટના બનતા આ કૃત્ય આચરનારા હવસખોર નરાધમો પ્રત્યે તાલુકામાં ચોમેરથી ફિટકાર વરસી રહ્ના છે.

મહુવા તાલુકાના મહુડી ગામની સીમમાં પાંચ જેટલા ઇસમોઍ મળી ઍક મહિલાને પીંખી નાંખી હતી. આ સામુહિક દુષ્કૃત્યના જઘન્ય અપરાધનો મુખ્ય આરોપી પારડીપાતા ગામનો અમિત સંજય હળપતિ પિડીતાને પોતાની મોટરસાયકલ પર મહુવા તાલુકાના મહુડી ગામની ઍક ખેતરાડીમાં આવેલ બંગલીમાં લઇ ગયો હતો. જ્યાં અમિત હળપતિઍ તેના અન્ય ચાર કામાંધ સાગરિતો સાથે પિડીતા મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર પિડીતાઍ બચાવ માટે બુમાબુમ કરતા દુષ્કર્મ ગુજારનારા નરાધમોઍ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘૃણિત ઘટનાની તપાસ કરનાર સીપીઆઇ અધિકારી ઍમઍસુમરાઅ આ દુષ્કૃત્યમાં સંડોવાયેલા પાંચ પૈકી બે આરોપીને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. જેમાં ઍક સગીર હોવાનુ બહાર આવ્યંશ્વુ છે.

બીજી તરફ તપાસ કરનાર અધિકારી પાસે જ આશ્વવી ગંભીર ઘટનાની પુરી માહિતી ન હોવાથી તેઓ પુરી વિગતો આપી શકતા નથી. ત્યારે આવા અધિકારી આરોપીઓને સજા કઇ રીતે અપાવશે? તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યારે આ ઘૃણિત કાંડની તપાસ કોઇ બાહોશ અધિકારીને સોદ્વપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમાજમાં દુષ્કૃત્યના કેસો કલંક સમાન છે. ગુનેગારોને પકડવામાં પોલીસને સફળતા મળે તે માટે તંત્રે સાવચેત બનવાની જરૂર છે.