મુંબઇ
બોલિવૂડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 'કમાન્ડો' ફ્રેન્ચાઈઝી ફિલ્મોના એક્ટર વિદ્યુતે પોતાની ફિટનેસ અને માર્શલ આર્ટના કારણે બોલિવૂડમાં ખાસ જગ્યા બનાવી છે. તેણે હાલમાં જ પોતાના ચોંકાવનારા સ્ટંટનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે આશ્ચર્યચકિત કરનારા કરતબો કરતા દેખાય છે. તેમના આ કરતબો જોઈને લોકો પણ દંગ રહી ગયા. લોકોનું મનોરંજન અને તેમને પ્રેરિત કરવારા વિદ્યુત જામવાલના સ્ટન્ટ્સનો વિડીયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
વિદ્યુત જામવાલે જે સ્ટંટ્સનો વિડીયો શેર કર્યો છે, તેને જોઈને તમે પણ દંગ રહી જશે. બિયર બોટલ પુશ અપ્સ, ચક્રાસન, પાણી પર ચાલવું, પોતાના હાથની ગતિથી એકસાથે ઘણીબધી મીણબત્તી બુજાવી, ચાલતા એસ્કેલેટર પર પુશ અપ કરવા, ત્રણ બોટલના ઢાંકણા એક જ કીકથી ખોલવા, પોતાની મુઠ્ઠીમાં ઈંડું રાખીને એક સાથી ઈંડો તોડવી, આ બધું વિદ્યુત એક વિડીયોમાં કરતા દેખાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ '10 પીપલ્સ યુ ડોન્ટ વોન્ટ ટુ મેસ વિથ'માં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને મેન vs વાઈલ્ડ ફેમ બિયર ગ્રિલ્સની સાથેની લિસ્ટમાં વિદ્યુત જામવાલનું પણ નામ સામેલ કરાયું હતું. આ ગૌરવ હાંસેલ કરવાર તે પહેલા ભારતીય છે. તે એમાત્ર ભારતીય એક્ટર છે જેમના ચેટ શો એક્સ-રેડ બાય વિદ્યુત પર તેમણે એક્શન લિજેન્ડ્સને આમંત્રિત કરીને રસપ્રદ ચર્ચા કરી હતી.
Loading ...