લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2023 |
8811
ગાંધીનગર, ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ (જીપીએસસી) દ્વારા લેવાયેલી મેડિકલ ઓફિસરા વર્ગ-૨ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ૭૦૪ જેટલા ઉમેદવારો મેડિકલ ઓફિસર તરીકે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે આ તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ સુધીમાં રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-૧ અને ૨ ની તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નવા ૭૦૪ મેડિકલ ઓફિસરોનું સંખ્યાબળ આરોગ્ય વિભાગમાં ઉમેરાતા રાજ્યની આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમ પણ તેમણે જણાવ્યુ હતું.