23, નવેમ્બર 2023
અમદાવાદ વિદેશમાં યુવકોને અભ્યાસ અર્થે મોકલતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામનો ૨૩ વર્ષીય યુવક મીત પટેલ લંડન અભ્યાસ અર્થે ગયો હતો. પરંતુ કોઈ કારણોસર આપઘાત કર્યો હતો. યુવકનું શંકાસ્પદ મોતની જાણ પરિવારને થતા પરિવાર પર આભ ફાટ્યું છે. ખેડૂત પુત્ર મિત પ્રવીણભાઈ પટેલ (ઉંમર.૨૩)નો પાંચ દિવસથી સંપર્ક તૂટ્યો હતો. ત્યારબાદ એકાએક મીતના શંકાસ્પદ મોતની જાણ થતાં પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે, મીત પટેલે લંડનમાં આપઘાત પહેલા એક ઓડિયો બનાવ્યો હતો. જેમાં મીત પટેલે પોતે ફસાયો હોવાનો દાવો કર્યો હતો. મીતે આપઘાત પહેલા માતા-પિતાની માફી માંગી હતી. મીત પટેલે કહ્યું હતું કે, મમ્મી પપ્પા મેં તમારા ૧૫ લાખ બગાડ્યા મને માફ કરજાે. મીતે વધુમાં જણાવ્યું હતું કે, હું અહીં ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ રસ્તો નથી. ઉલ્લેખનીય છે કે, કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા વધી છે. ૨૦૨૨થી આ પ્રમાણ વધ્યું છે. ૨૦૨૨થી કેનેડાથી અમેરિકા જનારા લોકોની સંખ્યામાં ૮ ગણો વધારો થયો છે. ૨૦૨૨માં ૬ હજાર ૪૦૦થી વધુ લોકો ક્યુબેક કે ઓન્ટારિયો થઈ ન્યૂયોર્ક ગયા હતા. કેનેડામાં હિમવર્ષાનો માહોલ હોય ત્યારે એજન્ટ મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. મેક્સિકો-અમેરિકા વચ્ચે ટ્રમ્પ વોલ બની છે જ્યાંથી લોકો અમેરિકામાં ઘૂસે છે.