અમદાવાદ-

બીજેપી પ્રભારી ભુપેન્દ્ર યાદવ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. બીજી તરફ સંગઠન અને સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બે દિવસની મુલાકાતમાં બીજેપી પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સંગઠન પદાધિકારી અને સીએમ ડેપ્યુટી સીએમ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજવાના છે. તમામ મહત્વની ચર્ચાઓ પણ યોજાશે.

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ભુપેન્દ્ર યાદવ કોર કમિટી સાથે મહત્વની બેઠક યોજશે કોરોનાની બીજી લહેરમાં સંગઠન અને સરકાર નિષ્ફળ રહ્યા છે. વળી સરકાર અને સંગઠન વચ્ચે ગજગ્રાહ પણ ચાલી રહ્યો છે. ત્યારે બેઠકમાં આ મામલે પણ ચર્ચા હાથ ધરાશે. ગુજરાત સરકારની કોરોના વાયરસ અંગેની કામગીરી અંગે પણ કરશે ચર્ચા, બીજી લહેરમાં સંગઠન અને સરકાર નિષ્ફળ રહેતા તે અંગે પણ ચર્ચા કરશે. સાથે સાથેે આ તમામ પાસા અંગે ચર્ચા કરી હાઈ કમાન્ડને માહિતગાર કરશે.