મહેસાણા-

મહેસાણામાં પીએસઆઇની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા પત્નીને વાગવાની ઘટના સામે આવી છે. જો કે, પીએસઆઇની પત્ની પગના ભાગે વગાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પાસે રહેતા પીએસઆઇ જે. એલ બારીચાના પત્નીને ગોળી વાઘતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારે આ ઘટના ગઇકાલે બની હતી. ગઈકાલે પીએસઆઇ જે.એલ બોરીચા તેમની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. ત્યારે રિવોલ્વર સર્વિસ કર્યા બાદ પોતાના પાઉચમાં મૂકવા જતા બંદુકમાંથી એકાએક ગોળી છૂટી ગઈ હતી. બંદુકમાંથી છૂટ્યા બાદ ગોળી દીવાલને અથડાઈને પીએસઆઇના પત્ની વૈશાલી બોરીચાના પગમાં વાગી હતી. જો કે, ગોળી વાગતા પીએસઆઇના પત્ની ગંભીર રીતે ઘવાયા હતા. પીએસઆઇના પત્નીને ગોળી વાગતાં તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.