દિલ્હી-

જર્મન ઓટોમેકર કંપની ડેમલર એજીને (Daimler AG) યુ.એસ.માં પ્રદૂષણના ભંગના કેસમાં 2.2 અબજ (16.13 હજાર કરોડ રૂ.) નો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં, કંપનીએ લગભગ 2.50 લાખ અમેરિકન ડીઝલ કાર અને વાનમાં અગાઉ પ્રતિબંધ લગાવેલ સોફ્ટવેર લાગવ્યો હતો. સોફ્ટવેર નિર્ધારિત ઉત્સર્જન મર્યાદા કરતા વધુ પ્રદૂષણ ઉત્સર્જન કરવામાં મદદ કરે છે, જે અમેરિકન ક્લીન એર એક્ટની વિરુદ્ધ છે. ડિલ્મર પહેલા, ફોક્સવેગન અને ફિયાટ જેવી કંપનીઓને પણ પ્રદૂષણ કાયદા તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

કંપની દંડ ચૂકવવા સંમત થઈ ગઈ છે. મર્સિડીઝ બેન્ઝ યુએસએ એલએલસી એકમે 13 ઓગસ્ટના રોજ અહેવાલ આપ્યો હતો કે સેટલમેન્ટ દ્વારા કંપનીએ અમેરિકી અધિકારીઓને 1.5 અબજ ડોલર (11 હજાર કરોડ રૂપિયા) બાકી છે. દંડ તરીકે ચૂકવશે આ ઉપરાંત કંપનીએ કાર માલિકોને 2.50 લાખ વાહનોનું સમારકામ કરવા માટે કુલ 700 મિલિયન (રૂ. 5.13 હજાર કરોડ) ની રકમ આપવા પણ સંમતિ આપી છે. આમાં દરેક વાહનોના સમારકામ માટે ડેમલર લગભગ 3,290 ડોલર (રૂ. 2.41 લાખ) ચૂકવશે. કંપનીએ વાહન માલિકોના વકીલો માટે ફી અને ખર્ચ નહીં ભરવાની વાત કરી છે. આ ખર્ચ લગભગ 83.4 મિલિયન (612 કરોડ રૂપિયા) છે. આ તરફ ડીપટી એટોર્ની જનરલ જેફ રોજનએ કહ્યું કે, ભવિષ્યમાં, કોઈપણ વ્યક્તિ અથવા અન્ય કંપની કે જે અમેરિકાના પ્રદૂષણ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે, તેને ભારે દંડ અને સજા માટે તૈયાર રહેવું પડશે.