વિશ્વમાં ઈંડાના વપરાશના મામલે મેક્સિકો અને જાપાન સૌથી આગળ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026  |   3069

ઈંડા પ્રોટીનનો સૌથી સસ્તો અને હેલ્ધી સ્ત્રોત માનવામાં આવે છે. નાસ્તો હોય કે જીમ ડાયટ, ઈંડાને સ્વાસ્થ્ય માટે ‘સુપરફૂડ’ માનવામાં આવે છે, તેથી જ લોકો ઈંડાને અલગ-અલગ રીતે પોતાના આહારમાં સામેલ કરે છે. વિશ્વનો ભાગ્યે જ એવો કોઈ ખૂણો હશે, જ્યાં ઈંડાનો વપરાશ થતો ન હોય. પરંતુ શું તમે જાણો છો કે, વિશ્વમાં એવો કયો દેશ છે જ્યાંના લોકો સૌથી વધુ ઈંડા ખાય છે? તો ચાલો જાણીએ કે, કયા દેશના લોકો સૌથી વધુ ઈંડા ખાય છે અને આ યાદીમાં ભારત ક્યાં આવે છે.

રેબોબેન્કની ‘ગ્લોબલ એગ ઇન્ડસ્ટ્રી આઉટલુક ૨૦૨૫’ રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ઈંડાના વપરાશના મામલે મેક્સિકો અને જાપાન સૌથી આગળ છે. આ રિપોર્ટના આંકડા મુજબ, આ દેશોમાં વ્યક્તિદીઠ ઈંડાનો વપરાશ વાર્ષિક ૩૦૦ ઈંડાથી વધુ છે. જાે આપણે વજનના હિસાબે અન્ય ડેટા સ્ત્રોતોને જાેઈએ તો, આ વપરાશ વાર્ષિક વ્યક્તિદીઠ અંદાજે ૨૦ કિલોથી ૨૪ કિલોની વચ્ચે થાય છે, એટલે કે આ દેશોના લોકો દર વર્ષે વ્યક્તિદીઠ ૨૦થી ૨૪ કિલો ઈંડા ખાઈ લે છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, વિશ્વભરમાં ઈંડાના વપરાશમાં ઘણો તફાવત જાેવા મળે છે, જ્યાં આફ્રિકાના કેટલાક ભાગોમાં તે વાર્ષિક માત્ર ૫૦ ઈંડા છે, ત્યાં વિકસિત અને કેટલાક ઉભરતા બજારોમાં આ આંકડો ૩૦૦ ઈંડાથી ઉપર છે. તમે જાણો છો કે, વિશ્વમાં એવો કયો દેશ છે જ્યાંના લોકો સૌથી વધુ ઈંડા ખાય છે? તો ચાલો જાણીએ કે, કયા દેશના લોકો સૌથી વધુ ઈંડા ખાય છે અને આ યાદીમાં ભારત ક્યાં આવે છે.રેબોબેન્કની ‘ગ્લોબલ એગ ઇન્ડસ્ટ્રી આઉટલુક ૨૦૨૫’ રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ઈંડાના વપરાશના મામલે મેક્સિકો અને જાપાન સૌથી આગળ છે. આ રિપોર્ટના આંકડા મુજબ, આ દેશોમાં વ્યક્તિદીઠ ઈંડાનો વપરાશ વાર્ષિક ૩૦૦ ઈંડાથી વધુ છે. જાે આપણે વજનના હિસાબે અન્ય ડેટા સ્ત્રોતોને જાેઈએ તો, આ વપરાશ વાર્ષિક વ્યક્તિદીઠ અંદાજે ૨૦ કિલોથી ૨૪ કિલોની વચ્ચે

થાય છે

ભારતમાં ઈંડાના વપરાશની વાત કરીએ તો, અહીં ઈંડાનો વપરાશ વૈશ્વિક અને વિકસિત દેશોની સરખામણીમાં ઘણો ઓછો છે, પરંતુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૪-૨૫ના આંકડા મુજબ, ભારતમાં વ્યક્તિદીઠ ઈંડાનો વપરાશ વાર્ષિક અંદાજે ૧૦૬ ઈંડા છે. આ સંખ્યા પાછલા વર્ષોની સરખામણીમાં વધી છે, જે પહેલા લગભગ ૧૦૧-૧૦૩ ઈંડા હતી. પરંતુ હજુ પણ અમેરિકા જેવા દેશો (જ્યાં વપરાશ ૨૫૦ ઈંડાથી વધુ છે) અને જાપાન કે મેક્સિકો જેવા દેશો (જ્યાં વપરાશ ૩૦૦ ઈંડાથી વધુ છે)ની સરખામણીમાં ભારત ઘણું પાછળ છે. ભારતની અંદર પણ પ્રાદેશિક સ્તરે ઘણો મોટો તફાવત છે. ઉદાહરણ તરીકે, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં વ્યક્તિદીઠ વપરાશ ૫૦૦ ઈંડાથી પણ વધુ છે, જ્યારે ઉત્તર ભારતીય અને પહાડી રાજ્યોમાં આ સરેરાશ કરતા ઘણો નીચે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution