25, જુન 2020
1485 |
હોલિવૂડના સીનિયર એક્ટર માઇકલ કીટોનની આગામી ફિલ્મ 'ધ ફ્લેશ' માટે આઇકોનિક સુપરહીરો બેટમેનનો રોલ ફરી પ્લે કરવા માટે મેકર્સની સાથે વાતચીત ચાલી રહી છે. માઇકલ કીટોને 1992ની 'બેટમેન રિટર્ન્સ'માં બેટમેનનો રોલ પ્લે કર્યો હતો. એટલું જ નહીં 2014ની બ્લેક કોમેડી ડ્રામા 'બર્ડમેન'માં પણ તેઓ જોવા મળ્યા હતા કે જેમાં તેમણે એક સમયે સુપરહીરો મૂવીઝ કરનારા એક એક્ટરનો રોલ પ્લે કર્યો હતો.