09, જુલાઈ 2020
દેશભરમાં કોરોના વાયરસનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે ઈમ્યૂનનિટી સિસ્ટમ સારી રહે તે જરૂરી છે. તેમાં ઈમ્યૂનિટી વધારવા માટેના ડ્રિંક પણ છે. આ માટે જ્યારે રોજ તમે ચા પીઓ ત્યારે તેમાં જેઠીમધ અને લવિંગનો ઉપયોગ કરો તે યોગ્ય છે. તે શરીરમાં નેચરલ રીતે કામ કરે છે અને ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
સારી ઈમ્યૂનિટી અનેક રોગથી બચાવે છે. જેમકે અનેક પ્રકારના સંક્રમણ, ફ્લૂ અને વાયરસથી બચાવે છે. તમે જો વધારે કંઈ ન કરો તો ફક્ત ચા બનાવતી સમયે તેમાં જેઠીમધ અને લવિંગ ઉમેરી લો. તેનાથી તમારી ચા એક પ્રોપર ઇમ્યુનિટી બૂસ્ટર બનશે.
આ રીતે બનાવો ઈમ્યૂનિટી વધારતી ચા, મળશે રાહત
ચામાં આદુ, મધ કે ગોળ પણ મિક્સ કરી શકો છો. તે ઈમ્યૂનિટી વધારવામાં અસરકારક હોતી નથી. તે કેટલીક ચીજોમાં ફાયદો આપે છે પણ તેને રોજ ચામાં નાંખીને પીવાથી અલગ જ ફાયદો મળે છે. આ સિવાય તમે જેઠીમધ અને લવિંગને પણ ચામાં મિક્સ કરી શકો છો. તેના ફાયદા અલગ હોવાના કારણે તે શરીર માટે લાભદાયી રહે છે.
જેઠીમધ :
જેઠીમધ એટલે કે મૂલેઠીનો ઉપયોગ આયુર્વેદમાં અનેક રોગ સામે લડવા માટે કરવામાં આવે છે. જો તમે આ કમાલની ચીજને રોજની ચામાં મિક્સ કરશો તો તમારી ઈમ્યુનિટી વધે છે. તે ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાનો ગુણ ધરાવે છે. આયુર્વેદમાં તેને ઔષધિ માનવામાં આવે છે. તે શરદી ખાંસીની તકલીફમાં આરામ આપવાની સાથે ગળા અને રેસ્પિરેટરી સિસ્ટમને સારી રાખવામાં પણ મદદ કરે છે. તે એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે અને ઈમ્યૂનિટીને બૂસ્ટ કરે છે.
લવિંગ
:
લવિંગવાળી ચા પીવાથી ઈમ્યૂનિટી સારી રહે છે. તેમાં અલગ ફ્લેવર આવે છે અને સાથે તે એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. લવિંગ શરીરમાંના કંજેક્શનને ખતમ કરવામાં મદદ કરે છે.