ઘણાં લોકો એવા હોય છે જેમની સવાર ચા-કોફી વિના થતી જ નથી. એમાં સેલિબ્રિટીસ પણ સામેલ છે. મોટાભાગના સેલિબ્રિટીસ પણ સવારની શરૂઆત બ્લેક કોફીથી કરે છે. કોફીમાં રહેલું કેફીન મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે અને એનર્જી અને ફ્રેશનેસ પણ આપે છે. કોફી શરીરમાં ફેટ બર્નિંગ પ્રોસેસને ફાસ્ટ કરે છે. મૂડ સારો કરે છે. પણ જો કોફીને વધુ હેલ્ધી રીતે પીવામાં આવે તો તેનાથી અઢળક ફાયદાઓ મેળવી શકાય છે. જી હાં, આ જે અમે તમને એવી બેસ્ટ વસ્તુઓ વિશે જણાવીશું, જે તમે તમારી કોફીમાં મિક્સ કરી લેશો તો તમારી કોફી ખૂબ જ હેલ્ધી બની જશે.

આ રીતે તૈયાર કરો કોફીનું મિશ્રણ 

 1/3 કપ નારિયેળ તેલ લઈને તેમાં 1 ચમચી તજનો પાઉડર અને 1 ચમચી કોકો પાઉડર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને એક કાંચની શીશીમાં ભરીને ફ્રીઝમાં રાખી દો. સવારે તમારી 1 કપ કોફીમાં 1 ચમચી આ મિશ્રણ મિક્સ કરીને કોફી બનાવો.

વજન ફટાફટ ઉતારવા આવી કોફી પીવો 

દરરોજ સવારે કોફી બનાવતી વખતે 1 ચમચી મિશ્રણ તેમાં નાખીને પીવાથી વજન ઝડપથી ઉતરશે અને પેટની ચરબી પણ દૂર થશે.

એનર્જી :

કોફીમાં રહેલું કેફીન થાક દૂર કરવાની સાથે શરીરને એનર્જી પણ આપે છે. કોફી પીવાથી તરોતાજા ફીલ થાય છે. રોજ આ કોફી પીવાથી સ્ટેમિના પણ વધે છે.

એન્ટીએજિંગ :

જો તમને એવું લાગી રહ્યું હોય કે તમે નાની ઉંમરમાં જ ઘરડાં જેવા દેખાઈ રહ્યાં છો તો પણ આ કોફી અસરકારક છે. આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બીમારીઓથી બચાવે છે અને એન્ટીએજિંગનું પણ કામ કરે છે.

કેન્સર અને સ્ટ્રોક :

એક રિસર્ચ પ્રમાણે કોફીનું રોજ સેવન કરવાથી લીવર કેન્સર જેવી ઘાતક બીમારી સામે પણ રક્ષણ મળે છે. ઉપર જણાવેલી નેચરલ વસ્તુઓ કોફીમાં મિક્સ કરીને પીવાથી તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. જેનાથી સ્ટ્રોકનો ખતરો પણ દૂર થાય છે.