વર્ષ ૨૦૨૭થી ચૂંટણી નહીં લડવાની ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાત
13, ઓક્ટોબર 2022

સાવલી, તા.૨૬

રવિવારે સાવલી ખાતે આયોજીત ક્ષત્રિય યુવા સંમેલનમાં ધારાસભ્ય કેતન ઈનામદારે ૨૦૨૭ ની ચૂંટણી નહીં લડવાની અને અન્ય ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરતા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.સાથે અનેક ચર્ચા જાેર પકડ્યું છે. સાવલી ખાતે ગઈકાલે યોજાયેલા સર્વજ્ઞાતિય યુવક સંમેલનમાં ધારાસભ્ય કેતન ઈનામદારે આ ચૂંટણી બાદ આગામી ૨૦૨૭ માં ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જાેકે, સાવલી તાલુકાના તમામ લોકોના પ્રેમ અને સહયોગથી ૨૦૨૨ માં યોજાનાર ચૂંટણી પોતે જ લડવાના છે અને જીતવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને પોતાના પ્રસંગિક પ્રવચનમાં તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તમે કેતન ઈનામદાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યાછે. ૨૦૧૭માં હું તમે આગળ વધો ને હું તમારી સાથે છું તેવું સ્ફોટક નિવેદન આપ્યું હતું અને સાથે સાથે જણાવ્યું હતું કે હું તમામને બતાવવા માગું છું કે સાવલી તાલુકા ના તમામ યુવાન સક્ષમ છે અને તેમને તૈયાર કરવા માટે હું મહેનત કરું છું. તાલુકાના તમામ લોકોની મારે લાજ રાખવાની છે લાજ ઘટાડવાની નથી અને મારે મારા લોકોને તૈયાર કરવાના છે અને હું એ સાબિત કરવા માંગુ છું કે મારા તાલુકાનું યુવાન પણ કેતન ઈનામદારની જેમ સક્ષમ છે અને આજ સાબિત કરવા માટે હું ૨૦૨૭ માં ચૂંટણી લડનારને હું મારું સમર્થન આપીશ.મારા પછી નુ સાવલી તાલુકાનુ નેતૃત્વ પણ મજબૂતાઈ થી કામ કરશે તેવો મને વિશ્વાસ હોંવાનુ તેમજ ૨૦૨૭ માં યુવાનોને પ્રતિનિઘીત્વ કરવાનો મોકો મળે તે માટે ૨૦૨૭ ની ચૂંટણી નહી લડીને અન્ય ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હોંવાનુ તેમણે જણાવ્યુ હતુ.જાેકે,એકાએક ઘારાસભ્ય કેતન ઈનામદારની આ જાહેરાત થી સાવલી તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution