ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જાેડાશે

નવી દિલ્હી, સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ૨૮ સપ્ટેમ્બરે કોંગ્રેસમાં સામેલ થશે. પાર્ટીએ બિહારના વિધાનસભા ચૂંટણી દરમિયાન કન્હૈયા કુમાર સાથે આવવાની ઓફર આપી હતી પરંતુ ત્યારે આ શક્ય થઇ શક્યુ નહતુ. તાજેતરમાં કન્હૈયા કુમારે આ મામલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.પાર્ટી પાસે કન્હૈયા કુમાર માટે પ્લાન છે, જેની પર અમલ કરવામાં આવશે. બિહારમાં કોંગ્રેસ જલ્દી પોતાના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. જાણકારી અનુસાર, ગત કેટલાક સમયથી બન્ને નેતા કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં હતા. તાજેતરમાં જ કન્હૈયા કુમારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસના નેતૃત્વના સંપર્કમાં છે.કોંગ્રેસે ગત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકના ઉમેદવાર ના ઉતારીને જિગ્નેશ મેવાણીની મદદ કરી હતી. ગુજરાતના યુવા નેતા જીજ્ઞેશ મેવાણી તથા બિહારના તેજાબી યુવા વકતા કનૈયાકુમાર તા.૨૮ના કોંગ્રેસમાં જાેડાઈ જશે અને તેઓને રાહુલ ગાંધી આવકારશે. દિલ્હીમાં એક ખાસ સમારોહ આ માટે યોજવામાં આવ્યો છે. બન્નેને રાજય કોંગ્રેસમાં મહત્વની જવાબદારી સોપાશે. જીજ્ઞેશ મેવાણીને ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવે તેવી ધારણા છે. પક્ષને રાજયમાં નવો દલિત ચહેરો મળશે. બીજી તરફ બિહારમાં પણ કનૈયાકુમારને મહત્વની જવાબદારી ચાલશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution