મોડાસાઃ માલપુર પોલીસે બે બુટલેગર્સને ત્યાં છાપો મારી મોટા પ્રમાણમાં વિદેશી દારુ ઝડપ્યો
03, ઓક્ટોબર 2020

મોડાસાઃ

અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસે ચોરીવાડ ગામમાંથી એક બુટલેગરના ઘરેથી પચ્ચીસ હજાર અને અન્ય એકના ખેતરમાંથી આઠ હજારનો દારુનો ઝડપી પાડ્યો હતો. જોકે બંને બુટલેગરોએ ફરાર થઇ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લાની માલપુર પોલીસે દરોડા પાડીને બુટલેઘર નરસિંહ રામ મસારના રહેણાંક મકાનમાંથી રૂપિયા 25,700 ના કિંમતના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અન્ય એક બુટલેગર અમરત કોહ્યા પગીના ખેતરમાં દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળતા છાપો મારી માલપુર પોલીસે મકાઈનું ખેતર ખુંદી વળતા મકાઈના પાકની વચ્ચોવચ સંતાડી રાખેલો રૂપિયા 8500 કિંમતના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે બંને બુટલેગરો પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અરવલ્લીની માલપુર પોલીસે બે બુટલેગર્સને ત્યાં છાપો મારીને 33 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution