આ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે ૬૦૦૦ રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજી
15, જુલાઈ 2024 નવીદિલ્હી   |   2178   |  


પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત ૨,૦૦૦ રૂપિયા મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ ૧૭મો હપ્તા જાહેર કરવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૧૮થી કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ છે. આ અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત રૂપિયા ૨-૨ હજાર મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ ૧૭મો હપ્તા જાહેર કરવામાં આવ્યો છે. ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ફક્ત તે લોકો જ તેનો લાભ લઈ શકે છે જેઓ નાના અને સીમાંત ખેડૂતો છે. એટલે કે જેમની પાસે ૨ હેક્ટર સુધીની સંયુક્ત જમીન અથવા માલિકી છે. પીએમ કિસાન યોજના માટે જરૂરી દસ્તાવેજાેમાં નાગરિકતા પ્રમાણપત્ર, જમીનના કાગળો, એક આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતોનો સમાવેશ થાય છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ રંંॅજઃ//ॅદ્બૌજટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/ પર જવું પડશે. ત્યારબાદ હોમપેજ પર તમારે ખૂણામાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા પછી એક નવી વિન્ડો ખુલશે. આ પેજ પર તમારે તમારી તમામ જરૂરી માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો અને ગેટ ર્ં્‌ઁ બટન પર ક્લિક કરો. હવે થોડા સમય પછી તમારા મોબાઈલ નંબર પર એક ર્ં્‌ઁ આવશે. જ્યારે તમે આ ર્ં્‌ઁ દાખલ કરશો, ત્યારે એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમારે એકવાર બધી માહિતી દાખલ કરવાની રહેશે. પછી તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજાેની સોફ્ટ કોપી અપલોડ કરો અને સેવ બટન પર ક્લિક કરો. કોઈપણ મદદ માટે તમે સત્તાવાર ઈમેલ આઈડી ॅદ્બૌજટ્ઠહ-ૈષ્ઠંજ્રર્ખ્તદૃ.ૈહ પર સંપર્ક કરી શકો છો. પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર - ૧૫૫૨૬૧ અથવા ૧૮૦૦૧૧૫૫૨૬ (ટોલ ફ્રી) અથવા ૦૧૧-૨૩૩૮૧૦૯૨ પર પણ સંપર્ક કરી શકો છો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution