જામનગર-

કોરોનાકાળમાં આર્થિક ભીંસથી કંટાળી ગયેલા જામનગરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવાને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નિશ્વલ શ્રીવાસ્તવ નામના યુવાને આપઘાત કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને યુવાને લખેલી સુસાઈડ નોટ હાથ લાગી છે. જેમાં પોતાના અનેક સપના સાકાર કરવા માંગતા યુવાને પોતાની વ્યથા ઠાલવી છે. પોતાના આપઘાત પાછળ કોઇને પણ દોષિત ઠેરવ્યા નથી. આ યુવાન પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. સુસાઈડ નોટમાં યુવાને લખ્યું છે કે, મમ્મી તારો અને પપ્પાનો સારો દીકરો ન બની શક્્યો. તેમજ પ્રેમિકાનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે, કોમલ તે મને ઘણો જ પ્રેમ કર્યો પણ આપણી કહાની અધૂરી રહી ગઈ.

યુવાને હિન્દીમાં સુસાઈડ નોટ લખી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, ‘હું નિશ્વલ શ્રીવાસ્તવ, હું પૂરા હોંશો હવાસમાં આત્મહત્યા કરૂ છું. આ પગલું ભરવા માટે મારા પર કોઈએ દબાણ કર્યુ નથી. બાળપણથી અત્યાર સુધીમાં મારા જીવન અને સંઘર્ષોથી પરેશાન બનીને આ કરી રહ્યો છું. મેં ઘણા બધા લોકોના પૈસા કામમાં લગાવ્યા હતા. કોરોના પછી પૈસા કઢવવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. જે પણ વ્યક્તિના પૈસા લગાવ્યા હતા તેને સમયસર આપવા માટે હું સક્ષમ ન હતો. થોડો સમય મળ્યો હોત તો બધાના પૈસા હું આપી દેત. હવે લોકો મારી નિયત પર શંકા કરી રહ્યા છે. મેં કોઈ સાથે છેતરપિંડી કરી નથી. બસ સમય ખરાબ ચાલી રહ્યો હતો. ઉપરવાળાએ પણ સાથ નથી દીધો અને હું ફસાતો જ જાતો હતો.’

‘મમ્મી હું ખુશ છું કે તમારી જેવી મને મા મળી, પરંતુ તમારું દુર્ભાગ્ય છે કે મારી જેવો તમને દીકરો મળ્યો. માફ કરી દેજાે, હું કંઇ પણ લાયક ન બની શક્્યો. તમારા અને પાપ્પાનો સારો દીકરો ન બની શક્્યો. હું ન તો સારો દોસ્ત, ન તો સારો ભાઈ, ન તો સારો બિઝનેસમેન, કંઇ પણ ન બની શકયો. બહુ જ કરવા માગતો હતો પરંતુ કરી ન શક્્યો. માનસિક તણાવ એટલો વધી ગયો છે કે પોતાના ખતમ કરવા સિવાય બીજાે કોઇ રસ્તો નથી. પપ્પા પાસે જઈ રહ્યો છું માફી માગવા. માફ કરજાે બધા.’