16, ફેબ્રુઆરી 2021
990 |
મુંબઇ-
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 પહેલા અભિનેતા મિથુન ચક્રવર્તી અને સંઘના વડા મોહન ભાગવતની બેઠક અંગે રાજકીય અટકળો બંધ કરવાનો પ્રયાસ મિથુનદાએ કર્યો છે. બેઠક અંગે તેમણે કહ્યું હતું કે કોઈ રાજકીય વાત થઈ નથી. અમે અગાઉ પણ મુંબઈમાં બેઠક કરી ચૂક્યા છીએ. તેઓએ કહ્યું કે અમે સાથે સવારનો નાસ્તો કર્યો હતો. આજે સવારે સંઘના વડા મોહન ભાગવત મિથુન ચક્રવર્તીના મુંબઇ સ્થિત ઘરે પહોંચ્યા હતા. બંને વચ્ચે લગભગ એક કલાક વાતચીત થઈ. જે પછી પશ્ચિમ બંગાળનું રાજકીય તાપમાન વધ્યું હતું. મિથુન ચક્રવર્તીને ડાબેરીઓની નજીક માનવામાં આવે છે.
આ બેઠક પછી, ચૂંટણીના ઉંમરે ઉભેલા પશ્ચિમ બંગાળના રાજકારણમાં હલચલ થવા લાગી છે ચૂંટણી પહેલા મિથુન ભાજપમાં જોડાઇ શકે છે કે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે તેને ફક્ત ઓપચારિક બેઠક જ કહેવામાં આવે છે, પરંતુ નિષ્ણાતો તેના વિશ્લેષણમાં વ્યસ્ત છે.