અમદાવાદ-

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના પગલે વલસાડ ,સુરત, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ ધ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાસ્ટ્ર માં ભાવનગર, જૂનાગઠ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડસે અને રાત્રિના સમયે હળવા પવન ચાલુ થસે. આગામી 11 તારીખે બંગાળની ખાડીમાં પણ લો પ્રેસર બની રહ્યું છે. જેને લઈને ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન થસે. હવામાન વિભાગ ધ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ગુજરાતનાં વલસાડમાં નૈઋત્ય ચોમાસુ પહોચી ગયું છે. જોકે સામાન્ય દિવસો કરતાં 6 દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં આવી ગયું છે. હાલમાં ગુજરાતમાં પ્રિ મોંસૂન એક્ટિવિટી શરૂ છે જેને લઈને અત્યારે ગુજરાતનાં અનેક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ છે અને રાત્રિના સમયે પવન પણ ચાલી રહ્યો છે.

કેરળમાં ચોમાસુ બેસી ગયું છે. ત્યારે મુંબઈમાં પણ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નૈઋત્યનું ચોમાસુ વલસાડ પહોચતાં વલસાડના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે. વલસાડ, દાદરાનગર હવેલી, વાપી જેવા વિસ્તારોમાં વરસાદ પાડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિ એ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ ગુજરાત આવી પહોચ્યું છે. વલસાડ , સુરત , તાપી , ડાંગ અને દાદરણગાર હવેલીમાં વરસાદ પાડવાની સંભાવના છે. તો સૌરાસ્ટ્ર માં પણ ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઠ જેવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. સાથે સાથે હળવો પવન પણ રહેસે, 11 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આગમી 5 દિવસ વરસાદની આગાહી છે.