વિધાનસભાનું ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું સત્ર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2025  |   12870

ગાંધીનગર, ગુજરાતમાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસના ટૂંકા સત્રની સંભવિત કામગીરી અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. ૮ મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે, ત્યાર પછી ગૃહમાં શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરાયા બાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. આ પછી તારીખ ૯ અને ૧૦ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત પાંચ વિધેયક રજૂ કરાશે. તેમજ ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લવાશે.પ્રવકતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જાેગવાઇઓના સુધારા) વિધેયક’, ૨૦૨૫ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો-સુરક્ષાના પગલાંઓ સબંધી કાયદાકીય જાેગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલાં લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરિત કરવા ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરાશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, ૨૦૧૭ (ઝ્રય્જી્ છષ્ઠં) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, ૨૦૧૭ (ય્ય્જી્ છષ્ઠં) ની જાેગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ ૨૦૧૭માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરાયો છે.

સચિવાલયમાં રાજ્ય મંત્રી બચુ ખાબડની ગેરહાજરી મુદ્દે પ્રવક્તા મંત્રીએ મૌન સેવ્યું

ગુજરાત સરકારના રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં સંડોવાવણી સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ ઘટના બાદ રાજ્ય મંત્રી બચુ ખાબડ ગાંધીનગરના સ્વર્ણિમ સંકૂલ-૨, સચિવાલયમાં જાેવા મળી રહ્યા નથી. જે અંગે આજે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલને સવાલ કરાયા હતા. જેમાં પૂછાયું હતું કે, રાજ્ય મંત્રી બચુ ખાબડ સચિવાલય અને સ્વર્ણિમ સંકૂલમાં દેખાતા નથી અને વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય મંત્રી ખાબડ વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત રહેશે કે કેમ? જાે કે, આ સવાલ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જવાબ આપવાના બદલે મૌન રહીને ઊભા થઈ જતાં રહ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution