મોરબી-

મોરબી થી લીલાપર રોડને જાેડવા માટે થઈને ઘણાં સમયથી માગણી કરવામાં આવી હતી. જે દરમિયાન આ રસ્તાનો સમાવેશ પ્રધાનમંત્રી સડક યોજનામાં કરીને તેના નવીનીકરણનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે. આ રોડના કામમાં ૧.૭૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ મંજૂરીથી લીલાપર રોડ ઉપર આવેલા વિદ્યુત સ્મશાનથી લઈને લીલાપર સુધીનો પાંચ કિલોમીટરનો રસ્તો સીસીરોડ બનાવવામાં આવશે. આ રોડકામનું ખાતમુહૂર્ત રાજકોટના સાંસદ મોહન કુંડારીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રીશિપ કૈલા, જીગ્નેશ કૈલા, ભરત જારીયા, ભાનુબેન નગવાડિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.