09, ઓગ્સ્ટ 2025
વડોદરા |
1782 |
૧૦૦થી વધુ શુટર્સે ભાગ લીધો હતો
સાવલી તાલુકાની શોટગન ટીમે રાજય શોટગન શૂટિંગ સ્પર્ધામાં અફલાતુન દેખાવ કર્યો હતો.સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન શોટગન ટીમે તાજેતરમાં પૂર્ણ થયેલી 44મી ગુજરાત રાજ્ય શોટગન શૂટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.ટીમે વિવિધ ઇવેન્ટ્સમાં કુલ 15 મેડલ જીતીને સ્પર્ધામાં પોતાની હાજરી નોંધાવી હતી. ટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્કીટ રાઉન્ડથી લઈને આકર્ષક ફિનિશ સુધી, યુવા અને અનુભવી શાર્પશૂટર્સે પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.STRAના 14 શૂટર્સ સાથે ગુજરાતભરના 100થી વધુ શૂટર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. યશાયા કોન્ટ્રાક્ટર અને આર્યન સિંહે અલગ અલગ કેટેગરીમાં ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા. આર્યન સમગ્ર ગુજરાતમાં સ્પર્ધામાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી પણ હતો. જતીન પટેલે તેમની ઇવેન્ટમાં બે અને રોબિન કોન્ટ્રાક્ટરે એક ગોલ્ડ મેડલ જીત્યો હતો.ગયા વરસે પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.