અમેરીકામાં 100થી ઉપર વાહનો અથડાયા, કેટલાય લોકો થયા ઘાયલ
12, ફેબ્રુઆરી 2021

ડલાસ-

અમેરિકાના ડલાસ ફોર્ટ વર્થ વિસ્તારમાં ગુરુવારે સેંકડો વાહનો ટકરાયા. વધુ ઝડપે આવતા આ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા અને ભંગારનો ઢગલો થઇ ગયો હતો. તેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ઘણાં ઘાયલ થયાં હતાં. સીએનએનના સમાચાર અનુસાર આ એકબીજા સાથે જોડાયેલા વાહનોમાં નાની કાર, એસયુવી, વિશાળ 18 વ્હીલ ટ્રક અને અન્ય વાહનો શામેલ છે. ટકરાઈ જતાં વધુ ઝડપે આવતા આ વાહનો જંકમાં ફેરવાઈ ગયા હતા.

ફાયર વિભાગ કહે છે કે ઘણા લોકો હજી પણ વાહનોના ઢગલા નીચે દટાયેલા છે. તમામ એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. હવામાનશાસ્ત્રી અને આ વાવાઝોડા વિશે ઝડપી માહિતી આપતા જેસન મેક્લોફ્લિનએ આ ભયાનક ટક્કરના દ્રશ્યો ટ્વિટર પર જાહેર કર્યા. મોકલોફ્લિને કહ્યું કે તેણે તેમના જીવનમાં કોઈ ભયંકર અકસ્માત જોયો નથી. આ એક મોટી આપત્તિ છે. ઘણા વાહનો ઉડી ગયા અને એકબીજાની ઉપર ચઢી ગયા હતા સ્થાનિક સમાચાર મુજબ 30 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. ફાયરના 24 જવાનોની એક ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. માનવામાં આવે છે કે બરફવર્ષાની વચ્ચે લપસણો રસ્તાને કારણે આ અકસ્માત થયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સની નેશનલ વેધર સર્વિસે પણ બરફવર્ષામાંના કારણે રોડ અંગે જાણકારી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution