ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એકશનમાં આવી ગયુ છે. સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા બળના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સુરક્ષા બળોની ૬૦૦થી વધુ કંપનીઓ ખડેપગે રાખવામાં આવી છે. હજુ ચૂંટણી સુધીમાં વધુ ૧૦૦ કંપનીઓ આવશે. તો ગુજરાતમાં સર્વેલન્સ-સ્કવૉડના ૪૨ હજારથી વધુ જવાનો મુકાયા છે. ચૂંટણીમાં સંવેદનશીલ કેન્દ્રો પર જવાનો ફરજ બજાવશે. ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થાય ત્યાં સુધી સર્વેલન્સની કામગીરી કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં ૧૬ હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. ૨૦૨૨માં ૫૧,૭૮૨ મથકોમાંથી ૧૬ હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે.

સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૧ હજાર ૫૧૮ મતદાન મથકો વધ્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી ૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન કરવામાં આવશે.

જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આપ જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. જાે કે આ તમામમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં ૨૫ રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજાેશમાં ચાલી રહી છે.