લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026 |
વડોદરા |
2079
હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા-ભાયલી ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર આશિયાના નગર પાસે મસમોટો ભૂવો પડતા સ્થાનિક રહીશોએ લાકડાની આડસ મૂકીને બેરીકેટીંગ કર્યું હતુ. રસ્તાની વચ્ચે ભૂવો પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો ડ્ડી રહ્યો છે. ડ્રનેજ લાઈનમાં ભંગાણના કારણે નાનો ભૂવો ૨૦ ફૂટ જેટલો ઉંડો થયો હતો. અને રસ્તાની નીચેની માટીનું ધોવાણ થતા પાલિકા તંત્રની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે રોડની વચ્ચે એકાએક ભૂવો પડતા સદનસીબે કોઈ દૂર્ધટના બની ન હતી. ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે આ ભૂવો પડ્યો હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ. જાેકે, આસપાસના લોકોએ ત્વરીત લાકડાની આડસો મૂકીને માર્ગની એક બાજુનો વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ભૂવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અને ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાયા હતા.
સ્થાનિક રહીશોએ કહ્યું હતુ કે, સવારના સમયે નાનો ભૂવો પડ્યો હતો. પરંતુ જાેતજાેતામાં ભૂવામાં પાણીના કારણે આસપાસનો રસ્તો બેસી ગયો અને ઉંડો અને પહોંળો ભૂવો થતાં રહીશોએ લાકડાની આડસો મૂકીને રસ્તો બંધ કર્યો છે. જાેકે, ડ્રેનેજની મેઈન લાઈનમાં ભંગાણ સર્જાતા આ ભૂવો પડ્યો હોવાનું સ્થાનિકોએ કહ્યું હતુ. પરંતુ સોસાયટીના મેઈન ગેટ પાસેજ મેઈન રોડ પર ભૂવો પડતા વાહનચાલકોને અવર- જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.