વડોદરા, તા.૧૦

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા નવી કેટલ પોલિસીના અમલ બાદ પાલિકા તંત્ર દ્વારા એક તરફ રખડતાં ઢોર અને ગેરકાયદે ઢોરવાડા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હજુ ગઈકાલેજ ગદાપુરા વિસ્તારમાં ગેરકાયદે ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા.પરંતુ બીજી તરફ શહેરના પેરાફેરી સહિત કેટલાક વિસ્તારો ખાસ કરીને જ્યાં કચરાના ઢગલા કે ડમ્પીંગ સાઈટ હોય ત્યાં હજી જાહેર માર્ગો પર રખડતાં ઢોર જાેવા મળી રહ્યાં છે.

વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા નવી કેટલ પોલિસીના અમલીકરણ બાદ રખડતાં ઢોરોને પકડવાની કામગીરી વધુ સઘન બનાવી છે. સાથે જે ઢોરોના ટેગિંગ કરાય નથી તેમને ટેગીંગ કરવાની કામગીરી સાથે ગેરકાયદે બનેલા ઢોરડબ્બાઓ તોડી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા પોલીસની મદદથી ગેરકાયદે ઢોરવાડા તોડી પાડવાની કામગીરી સાથે રખડતી ગાયો પકડવાની કામગીરી પણ સધન બનાવાઈ છે.જાે કે, પાલિકાતંત્રની કામગીરીને પગલે શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને જૂના શહેરી વિસ્તારોમાં હવે મોટાભાગે રખડતી ગાયો ઓછી જાેવા મળી રહી છે. પરંતુ પેરાફેરી વિસ્તારોમાં હજી પણ જાહેર માર્ગો પર રખડતી ગાયો જાેવા મળે છે. શહેરના નાગરવાડા ચાર રસ્તા, વારસિયા રીંગ રોડ, ખોડિયાર નગર,આજવા રોડ પર જાહેર માર્ગ પર રખડતી ગાયો બીંદાસ ફરતી જાેવા મળી હતી.