વડોદરા, તા.૮

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા નવી કેટલ પોલિસીના અમલ બાદ એક તરફ રખડતાં ઢોર અને ગેરકાયદે ઢોરવાડા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ શહેરના પેરાફેરી સહિત વિવિધ વિસ્તારમાં હજી જાહેર માર્ગો પર રખડતાં ઢોર જાેવા મળી રહ્યાં છે.

વડોદરા કોર્પોરેશન તંત્ર દ્વારા નવી કેટલ પોલિસીના અમલીકરણ બાદ રખડતાં ઢોરોને પકડવાની કામગીરી વધુ સઘન બનાવી છે. સાથે જે ઢોરોના ટેગિંગ કરાયા નથી તેમને ટેગીંગ કરવાની કામગીરી સાથે ગેરકાયદે બનેલા ઢોરડબ્બાઓ તોડી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જાેકે, પાલિકાતંત્રની કામગીરીને પગલે શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને જૂના શહેરી વિસ્તારોમાં હવે મોટાભાગે રખડતી ગાયો ઓછી જાેવા મળી રહી છે. પરંતુ પેરાફેરી વિસ્તારોમાં હજી પણ જાહેર માર્ગો પર રખડતી ગાયો જાેવા મળે છે. શહેરના કીશનવાડી શાક માર્કેટ પાસેના પાલિાકની ડમ્પીંગ સાઈટ પર ગાયોનો જમાવડો જાેવા મળ્યો હતો.તો બીજી તરફ બાપોદ અને વાધોડિયા રોડ પર પણ જાહેર માર્ગ પર રખડતી ગાયો બીંદાસ ફરતી જાેવા મળી હતી.

આમ પાલિકા દ્વારા કાર્યવાહી છતા હજી કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર જાેવા મળી રહ્યા છે.