વડોદરા,તા.૧૯

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની ક્રિકેટ પસંદગીમાં યોગ્ય પસંદગીકારો ન હોવાના આરોપ સાથે યુનિ.નાં વિધાર્થીઓએ નારાજગી વ્યકત કરી છે. દરવર્ષે યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાંથી ક્રિકેટ રમતા વિર્ધાથીઓને યુનિ. ટીમમાં પસંદગી માટે ટ્રાયલનું આયોજન કરવામાં આવતુ હોય છે.ત્યારે આ વર્ષે પણ યુનિ. ક્રિકેટ ટીમ પસંદગી ટ્રાયલમાં ક્રિકેટનુ ટેકનિકલ જાણકારીન ધરાવતા પ્રોફેસરો ટીમની પસંદગી કરતા ટ્રાયલ આપવા આવેલ અનેક વિધાર્થીઓએ નારાજગી વ્યકત કરી હતી. અને યુનિ. ક્રિકેટ ટીમને પસંદ કરવા બરોડા ક્રિકેટ એસોશીએસન ની મદદ લઇ યોગ્ય પસંદગીકારો દ્રારા ટીમની પસંદગી કરવાની માંગ કરી હતી. નારાજ વિધાર્થીઓ ક્રિકેટરોએ જણાવ્યુ હતુ કે યુનિ. ક્રિકેટ ટીમમાં મોટાભાગના બીસીએમાંથી રમતા ક્રિકેટરોની પસંદગી કરવામાં આવે છે.જયારે યુનિ.મા બીજા વિધાર્થીઓની પસંદગી કરવામાં આવતી નથી.પસંદગી ટ્રાયલ માં ક્રિકેટનું યોગ્ય સ્તરનું પ્રદર્શન દર્શાવવા માટે વિધાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળતુ નથી.તેના માટે ઇન્ટર ફેકલ્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નિયમિત થવું જાેઇએ. અને તેના પરફોર્મન્સનાં આધારે યુનિ ક્રિકેટ ટીમની પસંદગી કરવી જાેઇએ.