મુંબઈ-

કોરોના સામેના જંગમાં મુકેશ અંબાણી આગળ આવ્યાં છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને મફતમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ શરુ કર્યું છે. ઓક્સિજનની ભયંકર અછતનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રને અંબાણીની આ સહાયથી મોટી મદદ મળશે. જામનગરની રિફાઈનરીમાંથી ઓક્સિજનનો સપ્લાય પૂરો પડાશે મહારાષ્ટ્રમાં વિશ્વની સૌથી રિફાઈનિંગ કંપનીનું સંચાલન કરતી અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડ.લિમિટેડ જામનગર ખાતેની તેની રિફાઈનરીમાંથી ઓક્સિજન કાઢીને મહારાષ્ટ્રને મફતમાં પૂરો પાડી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર ખાતેની રિફાઈનરીમાંથી ઓક્સિજન મુંબઈને પૂરો પાડવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે જણાવ્યું કે રિલાયન્સ તરફથી રાજ્યને 100 ટન ઓક્સિજન મળશે.