ડીસા, ડીસા તાલુકા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપ્યા બાદ પુછપરછ દરમિયાન મુંબઈના યુવકની સંડોવણી જણાતા પોલીસે યુવકને ડીસા લાવી પુછપરછ હાથ ધરી છે. ડીસા-ધાનેરા હાઇવે પરના કંસારી ત્રણ રસ્તા નજીકથી પોલીસે ભવરલાલ ભગવાનરામ જાટ (રહે.ટામ્પી, તા.ચિતલવાણા, જી.જાલોર-રાજસ્થાન), રતનલાલ પ્રેમારામ નાઇ (રહે.ડાવલ,તા.ચિતલવાણા, જી.જાલોર-રાજસ્થાન), હનુમાનરામ જુજારામ જાટ (રહે.ભીમથલ, તા.ધોરીમન્ના, જી.બાડમેર,રાજસ્થાન) અને હનુમાનરામ ભવરારામ જાટ (રહે.ભીમથલ, તા.ધોરીમન્ના, જી.બાડમેર,રાજસ્થાન) ને ઝડપી પાડી તપાસ કરતાં ગાડીમાંથી રૂપિયા ૧૧.૭૫ લાખની કિંમતના ૧૧૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.આ કેસમાં મુંબઈના યુવકની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.

આથી પીઆઈ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જે.ચાવડાએ ટીમ સાથે મુંબઈ પહોંચી અંકીતકુમાર મથુરાપ્રસાદ ગૌતમ (રહે.મુંબઇ વિરાર, ગ્લોબલ સીટી) ની ધરપકડ કરી તપાસ માટે ડીસા લાવવામાં આવ્યો હતો. પોલીસની કડક પુછપરછ કરતાં કારના સ્ટીયરીંગ નીચે આવતા બોક્સમાંથી ૧૧.૭૫ લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું તેમ પીઆઈ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.