મુંબઈ-

મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે પોનોગ્રાફી મામલે રાજ કુંદ્રા અને રયાન થોર્પની જામીન અરજીને નામંજૂર કરી દીધી છે. પોર્નોગ્રાફી કેસમાં સપડાયેલા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. કારણ કે, રાજ કુન્દ્રાની કંપની સામે વધુ એક નવો કેસ નોંધાયો છે, પરંતુ આ કેસમાં રાજનું નામ નથી. આ FIR રાજ કુન્દ્રાની કંપની હોટશોટ અને ગહના વશિષ્ઠ સામે નોંધવામાં આવી છે. આમાં ચાર પ્રોડ્યુસર્સના નામ પણ સામેલ છે. આ કેસ એક મોડલે કર્યો છે, જેણે કહ્યું હતું કે, તેને એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હતી.મોડલે મુંબઈ ક્રાઈમબ્રાન્ચનો સપંર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેને મોટા બજેટની ફિલ્મનું વચન આપી એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મમાં કામ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલાને સાંભળીને ક્રાઈમબ્રાન્ચે મોડલને FIR નોંધાવવા કહ્યું હતું. જોકે, આ ઘટના માલવાની વિસ્તારની છે. આ માટે કેસ પણ માલવાની પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પોર્નોગ્રાફી કેસમાં ગહના વશિષ્ઠને ક્રાઈમબ્રાન્ચે પહેલા જ સમન્સ પાઠવ્યું છે. ક્રાઈમબ્રાન્ચ ગહનાનું નિવેદન ઈચ્છે છે. જોકે, અભિનેત્રીએ પોતાની ખરાબ તબિયતનું બહાનું કાઢી ગુરૂવારે કે શુક્રવારે હાજર થવાનું કહ્યું હતું. આ કેસમાં કોર્ટે રાજ કુન્દ્રાને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે.