મુન્દ્રાનો ડ્રગ્સ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓક્ટોબર 2021  |   2178

કચ્છ-

16 સપ્ટેમ્બર 2021 ના રોજ, DRI અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત ઓપરેશનથી અફઘાનિસ્તાનથી બે કન્ટેનરમાંથી પ્રતિબંધિત હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો, જે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ  મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. DRI દ્વારા બે કન્ટેનરમાંથી 21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેમજ આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ આરોપીઓને પણ અમદાવાદ લઈ જવામાં આવશે.

મુંદ્રા પોર્ટ પરથી મળી આવેલ હેરોઈન પ્રકરણમાં NIAની ટીમ પણ ગાંધીધામ અને મુંદ્રા પોર્ટની મુલાકાત લઈને આ કેસમાં તપાસ હાથ ધરી છે. તથા ભુજની NDPS કોર્ટમાં ચાલતી આ કેસની સુનાવણીમાં NIA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાથી, આ કેસને હવે અમદાવાદની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેના આધારે કેસને હવે અમદાવાદની વિશેષ NIA અદાલતમાં ટ્રાન્સફર કરી દેવાયો છે. NIA દ્વારા જુદા જુદાં 5 શહેરોમાં રહેણાંક મકાન તથા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. NIA દ્વારા લાજપત નગર, અલીપુર, ખેરા ક્લન, નવી દિલ્હી અને નોઇડામાં તપાસ કરવામાં આવી હતી. આ તમામ સ્થળેથી તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, આર્ટિકલ અને વસ્તુઓ NIA દ્વારા જપ્ત કરવામાં આવી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution