દિલ્હી-

પોતાનું ઘર અન્ય લોકો કરતા અનોખુ હોય તેવું દરેકનું સપનું હોય છે. જો કે તાજેતરમાં સોશિયલ મિડીયામાં એક અનોખા ઘરની તસ્વીર ભારે વાયરલ થઇ છે. મશરૂમ જેવા આ અનોખા ઘરની તસ્વીર જાપાનના એક વ્યકિતએ ટિવટર પર શેર કરી હતી. જે પછી આ 'મશરૂમ હાઉસ'ની તસ્વીર વાયરલ થઇ હતી.

સૌથી પ્રથમ તો આ ફોટો 'ફોટોશોપ' ની કમાલ હોવાનુ માનવામાં આવતુ હતુ. જો કે બાદમાં ગુગલ અર્થની મદદથી આ ઘરનું સરનામુ પણ શોધી કાઢવામાં આવ્યુ હતુ.આ ઘર તાકાશિમા શહેર પાસેના અંઝુમિગાવા ટાઉન રોડ પર આવેલુ છે.