વડોદરા શહેરના મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026  |   વડોદરા   |   2574

મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાની સાથે જ આજે મુસ્લિમ સમુદાય દ્વારા રમજાન ઈદની ઉજવણી કરી હતી આ ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરનાં ઈદઞાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં સામૂહિક નમાજ અદા કરી હતી એટલું જ નહીં મુસ્લિમ બિરાદરો સ્વીટ વસ્ત્રો અને ટોપી ધારણ કરીને નમાજ અદા કરવા ઇદગાહ મેદાન તથા મસ્જિદમાં પહોંચી ગયા હતા વહેલી સવારે ખુદાની બંદગી કર્યા બાદ સૌ કોઈ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તદ ઉપરાંત આજે સૌ મુસ્લિમ બિરાદરો વિવિધ કબ્રસ્તાનમાં જઈને તેમના અલ્લાને પ્યારા થયેલા સ્વજનોની કબર ખાતે પહોંચે પુષ્પ અર્પણ કરીને દુઆ ગુજારીશ કરી હતી. રમઝાન ઈદ એ ખુશી જ નહીં પરંતુ એકતા ક્ષમા સૌહાર્દ તેમજ જ સહ અસ્તિત્વનો સંદેશો આપે છે. રમઝાન માસ અત્યંત પવિત્ર હોવાથી આ માસમાં દાન પુણ્યનું અનેક ઘણુ મહત્વ હોવાથી કેટલાક મુસ્લિમ પરિવારો દ્વારા જરૂરિયાતમંદ મુસ્લિમ તેમજ અન્ય જ્ઞાતિના વ્યક્તિઓને શક્ય એટલું દાન પુણ્ય કરવામાં આવતું હોય છે. આ પવિત્ર રમજાન માસને મુસ્લિમ સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા ખૂબ જ કઠિન રીતે ઉપવાસ કરવામાં આવતા હોય છે.

શહેરમાં સવારથી જ આનંદ અને ભાઈચારા અને સામાજિક એકતા નો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ પ્રશાસન દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દ મય વાતાવરણમાં ઉજવાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution