ગોધરા, તા.૧૦

કાલોલ શહેરમાં સોમવારે રાત્રે એક લગ્ન પ્રસંગ નિમિત્તે નગરમાં ફરતા વરઘોડા દરમ્યાન મસ્જિદ પાસે બોલાચાલી થતાં ગધેડી ફળિયામાં રહેતા કોમી ટોળાઓએ સામસામે પથ્થરમારો કરતા ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જે ઘટનાને પગલે ફરી એકવાર તોફાને ચઢેલા મુસ્લિમ કોમના ટોળાએ ગધેડી ફળિયામાં પત્થરમારો અને તોડફોડ કરીને આતંક મચાવતા ખાનગી અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડતા ફરી એકવાર શહેરની શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ૧૦૦ નાં ટોળાં સામે ફરિયાદ નોંધી હતી.

કાલોલ પોલીસ સ્ટેશનમાં બન્ને કોમના ફરિયાદી દ્વારા સામ‌સામે‌ દાખલ થયેલી ફરિયાદની વિગતો‌ અનુસાર સોમવારે શહેરના ગધેડી ફળિયામાં રહેતા સચિન રમણભાઈ સોલંકીના લગ્ન પ્રસંગ નિમિત્તે સાંજે ડીજે સાથે નગરના રસ્તાઓ પર વરઘોડો નીકળ્યો હતો જે વરઘોડો‌ બજારમાં ફરીને ઘર તરફ પરત ફરતા સવા અગિયાર વાગ્યાના સુમારે પરબડી બજારના રસ્તે રબ્બાની મસ્જિદ પાસેથી પસાર થતો‌ હતો એ સમયે અચાનક ડીજે બંધ થઈ જતાં રબ્બાની મસ્જિદ પાસે બન્ને કોમના ટોળા વચ્ચે બોલાચાલી થતાં બબાલ સર્જાઈ હતી અને વરઘોડામાં પત્થરમારો થતાં નાશભાગ મચી જવા પામી હતી. જે બબાલ ગધેડી ફળિયામાં પહોંચતા ગધેડી ફળિયામાં રહેતા બન્ને કોમના ટોળા વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તોફાની ટોળાએ સામસામે પત્થરમારો કરતા ગધેડી ફળિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘટના દરમિયાન મુસ્લિમ કોમના તોફાની તત્વોએ અંધારાનો ફાયદો ઉઠાવી ગધેડી ફળિયા અને ભાથીજીમંદિર વિસ્તારમાં રાત્રે પાર્ક કરેલા વાહનો અને લારી ગલ્લાઓમાં ભારે તોડફોડ કરીને આતંક મચાવતા ખાનગી અને જાહેર મિલકતોને ભારે નુકશાન પહોંચાડ્યું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે આ તોડફોડ દરમ્યાન બેફામ બનેલા તત્વોએ ભાથીજી મંદિર સામે રહેતા એક વિધવા બાઈના મકાનના પ્રાંગણમાં આગળ મુકેલો તેમનો છકડો‌ અને લારી,ગલ્લાને તોડફોડ કરીને વિધવા બાઈના પરિવારની રોજગારીને મોટું નુક્સાન પહોંચાડ્યું હતું આમ કાલોલ શહેરમાં સોમવારે રાત્રીના સુમારે થયેલા પથ્થરમારામાં વરરાજાના પિતા સહિત ચાર વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.આ ઘટનાને પગલે કાલોલ શહેરમાં ફરી એકવાર કોમી અશાંતિ ના સર્જાય તે માટે ઘટનાની ગંભીરતાને પગલે રાત્રીના સુમારે જ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિત સમગ્ર જિલ્લાની પોલીસનો કાફલો તાત્કાલીક અસરથી કાલોલમાં દોડી આવ્યો હતો.‌ ને રાત્રીના સુમારે પોલીસ કાફલાએ તોફાની ટોળા વિખેરીને પરિસ્થિતિ પર કાબુ મેળવી ચારેય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધી રાયોટિંગના ગુના હેઠળ લઘુમતી કોમના નામજાેગ એવા ૧૫ ઈસમો સહિત ૧૦૦થી વધુના ટોળા સામે તેમજ સામે પક્ષે પણ ૧૪ નામજાેગ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.