દિલ્હી-

વડાપ્રધાન મોદીએ મુસ્લિમ મહિલાના હિત માટે લાગુ કરેલા ત્રિપલ તલાક કાયદાને એક વર્ષ પૂર્ણ થઈ ચૂકયું છે. આ કાયદાના કારણે અનેક મુસ્લિમ મહિલાઓ ખુશખુશાલ છે. જેથી કાયદાની અમલવારીને એક વર્ષ પૂર્ણ થતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ હલદોની (ગ્રેટર નોઈડા)માં ઉજવાયો હતો. જ્યાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, મંત્રી રવિશંકર પ્રસાદ, મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ ભાજપ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ ઈરફાન અહેમદ સહિતના હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમ ઉર્દુ એકેડમીના સદસ્ય શરફરાઝ અલીના ઘરે થયો હતો. આ વર્ચ્યુઅલ સભા હતી. જેમાં ઉત્તરપ્રદેશની અનેક મુસ્લિમ મહિલાઓ જોડાય હતી. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજર રહેલી મહિલાઓએ વડાપ્રધાન મોદીના કાયદા લાગુ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. મહિલાઓએ મુખતાર અબ્બાસ નકવીનો આભાર માન્યો હતો. મુસ્લિમ મહિલાઓએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ત્રિપલ તલાકની ઘટનાઓ ઉપર અંકુશ આવ્યો છે.

મોદી સરકારે લઘુમતીઓને અનેક યોજનાઓથી અવગત કરાવી છે. અમે બધા નરેન્દ્ર મોદીનો દિલથી આભાર માનીએ છીએ. આ પ્રસંગે કેન્દ્રીય હજ કમીટીના સભ્ય ઈરફાન અહેમદે કહ્યું હતું કે, ત્રિપલ તલાક બીલની અમલવારી થયાને એક વર્ષ પૂર્ણ થઈ ચૂકયું છે. 

વડાપ્રધાન મોદીએ ત્રિપલ તલાકનો કાયદો લાગુ કરતા મુસ્લિમ સમાજની મહિલાઓ સશકત થઈ છે. ત્રિપલ તલાક જેવી પ્રથા કાયદેસરનો અપરાધ છે. આ કાયદાથી તમામ મુસ્લિમ મહિલાઓ ખુશ છે.