મુજ્જફરનગર રમખાણઃ યોગી સરકાર ભાજપ નેતાઓ સામે ચાલી રહેલા કેસ પરત ખેંચશે
24, ડિસેમ્બર 2020 1881   |  

દિલ્હી-

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અનેક બીજેપી નેતાઓ વિરૂદ્ધ મુજ્જફરપુરનગર રમખાણના કેસ પરત લેવાની અરજી કરી છે. જેમાં બીજેપીના ત્રણ ધારાસભ્ય પણ સામેલ છે. સપ્ટેમ્બર 2013માં નગલા મંદોર ગામમાં આયોજિત મહાપંચાયતમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો કેસ તેમના વિરૂદ્ધ નોંધાયેલો છે.

શિખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં સરધના (મેરઠ)થી ધારાસભ્ય સંગીત સોમ, શામલીના ધારાસભ્ય સુરેશ રાણા અને મુજફ્ફરનગરથી કપિલ દેવનું નામ છે. જેમાં હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચીનું પણ નામ છે. સરકાર પ્રશાસનને પડકાર આપવા અને સાવધાનીના નિર્દેશોનું પાલન ના કરવાનો આરોપ પણ આ નેતાઓ ઉપર છે.

મુઝફ્ફરનગર સરકારના સલાહકારના રાજીવ શર્માએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, સરકારે કેસ પરત લેવાની અરજી કરી છે અને હજું તેના પર સુનાવણી બાકી છે. 7 સપ્ટેમ્બર 2013માં નગલા મંદોર ગામના ઈન્ટર કોલેજમાં જાટ સમુદાય દ્વારા મહાપંચાયત બોલાવવામાં આવી હતી. તે પછી ૨૭ ઓગસ્ટે કવાલ ગામમાં બે યુવાઓની હત્યા કરી દેવામાં આવી હતી. એક મુસ્લિમ યુવક શહનવાજ કુરેશીને માર્યા પછી ટોળાએ સચિન અને ગૌરવ નામના બે યુવકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution