વડોદરા, તા.૧૨

વાધોડિયાનાં ભાજપનાં પુર્વ ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવે ફરીએકવાર વાણીં વિલાસ કર્યો છે. હમેંશામાં વિવાદોનાં પર્યાય બની રહેતા મધુભાઇ શ્રીવાસ્તવે વાણીવિલાસ કરતા કહ્યુ કે હુ આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં છું અને મને ભાજપ દ્વારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનાં આમંત્રણ પણ મળે છે પરંતુ હુ જતો નથી. ગત વિધાનસભાની ચુંટણીમાં વાધોડિયા વિધાનસભા બેઠક પરથી મારી ટીકીટ પાક્કી હતી. પરંતુ સ્થાનિક સાસંદ નાં કહેવાથી મારી ટીકીટ કાપવામાં આવી છે. હવે આગામી ૨-૨૪ માં જાે હાલનાં સાસંદ ચુંટણી લડશે તો ખુલ્લો તેમનો વિરોધ કરીશ. આંમ ફરી એકવાર મધુભાઇ શ્રીવાસ્તવે વિવાદસ્પદ વાણી- ઉચાટ કરતા રાજકિય મોરચે ચર્ચા જગાવી છે.

મઘુભાઇ શ્રીવાસ્તવ વાધોડિયા વિધાનસભાની બેઠક પરથી ૬ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે. પરંતુ ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા ન હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીકીટ ન મળતા મધુભાઇએ વાધોડિયા બેઠક પરથી બ્ પાર્ટી સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી હતી. અને તેઓને દસ હજાર મતો મેળવવા માટે પણ સંધર્ષ કરવો પડયો હતો. મઘુભાઇ ની છાપ એક વર્ગમાં બાહુબલીની છે. અને તેઓ અનેક વિવાદોનાં કારણે હમેંશા ચર્ચામાં રહે છે. જાહેરમાં ફાયરીંગ કરવુ, વિવાદસ્પદ રાજકિય ઉચ્ચારણો કરવા માટે હમેંશા વિવાદોમાં

રહ્યા છે.

મધુભાઇ શ્રીવાસ્તવ ને જયારે ગત વિધાનસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવવામાં આવી ન હતી ત્યારે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી પ્રકિયા દરમ્યાન તેઓ વિવાદોમાં રહ્યા હતા. મધુભાઇ એ કરેલા વિવાદત રાજકિય નિવેદનો હમેંશામાં સોશિયલ મીડીયા વાયરલ થયા છે. ત્યારે ફરીએકવાર હુ ભાજપમાં જ છું અને મારી ટીકીટ સ્થાનિક સાસંદે કાપી છે તેવું રાજકિય નિવેદન આપી વિવાદ છેડયો છે.