જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું ભેદી મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026  |   3762


પાકિસ્તાનના બહાવલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું છે. શરૂઆતના રિપોર્ટ મુજબ સલમાન અઝહરનું મોત અકસ્માતે થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાડી દીધો હતો. ટક્કર એટલી જાેરદાર હતી કે મૌલાના સલમાન અઝહરનું સ્થળ પર જ મોત થયું.

માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પછી પણ ‘ઓપરેશન ધુરંધર’ ચાલી રહ્યું છે અને આ તેનો જ ભાગ હોઈ શકે છે. જૈશના નવેસરથી ઊભા માળખાંને પણ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં ૨૭ એપ્રિલે ખૈબર પખ્તુનખ્વાહના જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યુસુફ આફરીદીને ગોળીઓ મારીને શરીર ચારણી કરી દેવામાં આવ્યું હતું. આ બંને ઘટના નવી નથી. પહેલગામ હુમલા પછી ૧૧ આતંકીઓ માર્યા ગયા છે અને તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાયા હચમચી ગયા છે. જાેકે પાકિસ્તાન સરકાર જૈશે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

મૌલાના સલમાન અઝહરને લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ-મોહમ્મદમાં ટોચનો કમાન્ડર હતો. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરનો જમણો હાથ હતો. તેમણે સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારત વિરોધી ભડકાઉ ભાષણો આપ્યા કરતો. મસૂદ અઝહરે બનાવેલા સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તૈયબા લાંબા સમયથી ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓ કરતું આવ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution