અમેરિકા-
નાસાએ તેના 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અવકાશયાત્રીને સીધા સમુદ્રમાં ઉતાર્યા છે. નાસા અને સ્પેસએક્સએ પણ ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ કર્યું હતું. જેને દેશ-દુનિયાના લાખો લોકોએ જોયું.
પરીક્ષણ ફ્લાઇટના પાઇલટ ડાઉ હર્લી અને બોબ બેહનેકને શનિવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરથી પૃથ્વી માટે રવાના થયા હતા અને એક દિવસ કરતા પણ ઓછા સમયમાં પૃથ્વી પર પહોંચ્યા હતા. કંપનીના કામકાજને નિયંત્રિત કરનારાઓએ કહ્યું, "પૃથ્વી પર આપનું સ્વાગત છે અને સ્પેસ એક્સ ઉડાન બદલ આભાર."
નાસા દ્વારા કહેવામાં આવ્યું છે કે ડ્રેગન નામની કેપ્સ્યુલનું નામ ક્રૂ દ્વારા ડ્રેગન એન્ડેવર રાખવામાં આવ્યું છે, જે પૃથ્વીની ભ્રમણકક્ષાથી પૃથ્વી તરફ 28 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે આવ્યું હતું અને 560 કિમી પ્રતિ કલાકની ઝડપે વાયુમંડળમાં પ્રવેશ્યું હતું અને અંતે મેક્સિકોના અખાતમાં 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉતર્યુ.
Loading ...