લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026 |
1980
નવી દિલ્હી :નાસાના પર્સીવરન્સ રોવરે મંગળ પર સપાટી નીચે ઊંડે સુધી દટાયેલી સૌથી જૂની નદીની દ્બકસ્ટમ પૈકી એકના નક્કર પુરાવા શોધી કાઢ્યા છે. આ શોધથી લાંબો સમય સુધી રાખવામાં આવેલી માન્યતાને બળ મળે છે કે મંગળ પર એક સમયે પુષ્કળ પાણી હતું. જીવન માટે પાણી જરૂરી હોવાથી આવી શોધ એવી શક્યતા મજબૂત બનાવે છે કે લાલ ગ્રહ પર એક સમયે જીવન અસ્તિત્વમાં હોઈ શકે.૨૦૨૦માં લોન્ચ થયેલા રોવરે જેઝેરો ક્રેટર તરીકે ઓળખાતા જે વિસ્તારમાં શોધ કરી ત્યાં એક સમયે તળાવ હોવાનું માનવામાં આવે છે. ૬.૧ કિલોમીટર ચાલીને પર્સીવરન્સે મંગળની જમીનના વિશ્લેષણ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો. આ મિશન હવે સૂક્ષ્મજીવી જીવન માટે અનુકૂળ હોય તેવા પ્રાચીન વાતાવરણોના સંકેતો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.આ શોધ માટે જમીન-ભેદી રડાર સીસ્ટમ રિમફેક્સ નામનું ઉપકરણ મહત્વનું સાબિત થયું છે. આ ઉપકરણ જમીનની નીચે ઊર્જાના તરંગો મોેકલે છે અને તેના પડઘાનું વિશ્લેષણ કરીને જમીનની નીચેની સંરચનાઓનો નક્શો બનાવે છે. આ ટેકનીકના ઉપયોગથી વિજ્ઞાાનીઓએ ૧૧૫ ફીટ નીચે ઊંડાણમાં દબાયેલી ભૂવૈજ્ઞાાનિક સંરચનાઓની શોધ કરી, જેમાં એવી વિશેષતા ઉજાગર થઈ છે જે સપાટીથી નજરમાં નથી આવતી.