રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ મનિકા બત્રા સેમિફાઇનલમાં, સુતીર્થ અને અર્ચના આઉટ

પંચકુલા

સ્ટાર ટેનિસ ખેલાડી મનિકા બત્રા બુધવારે અત્રેની સિનિયર રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં અર્ચના કામત સામે ૪-૩ થી વિજય સાથે સેમિફાઇનલમાં પહોંચી હતી.

ટોચની ક્રમાંકિત મણિકાએ ૨-૦ થી લીડ મેળવી લીધા બાદ અર્ચનાએ તેને લડત આપી હતી, પરંતુ મુકાબલો પોતાના નામે ન કરી શકી. મણિકાએ ૧૩-૧૧, ૧૧-૯, ૪-૧૧, ૫-૧૧, ૯-૧૧, ૧૧-૮, ૧૧-૪ થી મેચ જીતી લીધી. સેમિફાઇનલમાં મનિકાનો મુકાબલો સિરીજા અકુલા સામે થશે, જેણે બીજી એક મેચમાં પ્રાપ્તિ સેનને ૪-૩થી હરાવી હતી.

અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં રેલ્વેની તકેમી સરકારે પૂજા સહસ્રબુદ્ધને હરાવી હતી.

અગાઉ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બીજા ક્રમાંકિત સુતીર્થ મુખર્જીની યાત્રા રિથ રિશયાએ પૂર્ણ કરી હતી. ત્યારબાદ રિથે અંતિમ આઠમાં કૌસાની નાકને ૪-૨થી હરાવી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution