નીરજ ચોપરાનો ડાયમંડ લીગની ફાઈનલમાં આક્રમક અંદાજમાં પ્રવેશ
07, સપ્ટેમ્બર 2024 693   |  


નવી દિલ્હી:ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ભાલાફેંક નીરજ ચોપરા પ્રતિષ્ઠિત ડાયમંડ લીગની ૧૪ શ્રેણી પછી એકંદર ટેબલમાં ચોથા સ્થાને રહીને ફાઈનલ માટે ક્વોલિફાય થયો હતો. ડાયમંડ લીગની ફાઈનલ બ્રસેલ્સમાં ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે યોજાશે. એથ્લેટિક્સમાં આ સીઝન પણ આ સ્પર્ધા સાથે સમાપ્ત થશે. ચોપરાએ ડાયમંડ લીગના દોહા અને લૌઝાન તબક્કામાં બીજા સ્થાને રહ્યા હતા. તેણે કુલ ૧૪ પોઈન્ટ બનાવ્યા હતા. ૨૬ વર્ષીય ખેલાડી ચેક રિપબ્લિકના ત્રીજા સ્થાને રહેલા જેકબ વાડલેચથી બે પોઈન્ટ પાછળ છે. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને જર્મન સ્ટાર જુલિયન વેબર અનુક્રમે ૨૯ અને ૨૧ પોઈન્ટ સાથે ટોપ બેમાં રહ્યા. પીટર્સે ઝ્‌યુરિચ સ્પર્ધામાં વેબરને પાછળ છોડી દીધો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચોપરા આ સિઝનમાં ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. ચોપરાએ ડાયમંડ લીગના લૌઝેન લેગમાં પીટર્સ પાછળ બીજા સ્થાને રહ્યા હતા. ત્યારબાદ પીટર્સે ૯૦.૬૧ મીટરનો થ્રો કર્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે ગત મહિને પેરિસ ઓલિમ્પિકમાં ૯૨.૯૭ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મારે મારી ટેકનિક પર પણ કામ કરવું પડશે જે પછી હું વધુ આગળ ધકેલવાનો પ્રયત્ન કરીશ. ગયા વર્ષે યુજેન, યુએસએમાં રમાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં તે બીજા ક્રમે રહ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution