મુંબઇ
ઈન્ડિયન આઈડલની જજ નેહા કક્કડ અને સિંગર રોહનપ્રીત સિંહે ગયા મહિને દિલ્હીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. ગઈકાલે (24 નવેમ્બર) બંનેના લગ્નને એક મહિનો પૂરો થતાં તેમણે ફર્સ્ટ મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર આ ખાસ દિવસે એકબીજાને વિશ કર્યું હતું. નેહા કક્કડે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રોહન તેને ફ્લાવર અને બલૂન્સથી ડેકોરેટ કરેલા રૂમમાં લઈને સરપ્રાઈઝ આપતો જોઈ શકાય છે. આ સુંદર વીડિયોમાં બંને લિપ લોક કરતાં અને કેક કટ કરતાં પણ દેખાયા.
નેહાએ આ પોસ્ટમાં પતિ રોહનપ્રીત અને તેના પરિવારનો પ્રેમ આપવા બદલ આભાર માન્યો. નેહાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, 'આજે અમારી ફર્સ્ટ મંથ એનિવર્સરી છે. પ્રેમ આપવા માટે રોહનપ્રીત તારો અને તારા પરિવારનો આભાર માનું છું. આટલો પ્રેમ મળશે તે મેં વિચાર્યું નહોતું. ખૂબ જ ખુશ છું. ♥️
Loading ...